વાલી મિત્રોના વિચારો
તમામ વહાલસોયાને બાળકની જેમ જીવવાનો મોકો આપો તેને માનવ બનાવો, મશીન નહીં. દેખા દેખી અને આંધળી દોટ મૂકી શા માટે શિક્ષણના વ્યાપારમાં લુટાવા જાવ છો ? બાળક માટે નાનપણથી મોટા ખર્ચા કરીને તમે શું મેળવી રહ્યા છો? યંત્ર જેવુ બાળક માવતર, કુટુંબ અને સંસ્કારોથી વિમુખ બની રહ્યું છે. શું તમને આ પરવડશે ?
જરા વિચારો ……. શાં માટે તમારા બાળકને ખાનગી શાળમાં દાખલ કરવું ? શાં માટે સરકારી શાળા શ્રેષ્ઠ છે નીચેની વિગતો જુઓ અને સજાગ બની તફાવત પર નજર કરો.
Sarkari Shala Shresth Shala | Benefits of Government School 2022
- યોગ્ય શૈક્ષણિક લાયકાત અને વિષયોનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતો શૈક્ષણિક સ્ટાફ
- પ્રાથમિક કક્ષાએથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તેમજ સાથે નવોદય, NMMS (જે માત્ર સરકારી શાળાના બાળકો જ આપી શકે છે, તેમજ ૪૮,૦૦૦- સુધીની આર્થિક સહાય પ્રાપ્ત કરી શકે છે) જેવી પરીક્ષાઓ માટે બાળકોને સજ્જ કરાવતી શાળા.
- પાઠ્યપુસ્તકો, ગણવેશ, દફ્તર, શિષ્યવૃતિ જેવા અઢળક લાભો અને એ પણ તદન મફત
- તમામ નવા સુધારાઓ અને આધુનિક અભ્યાસક્રમથી જાણકાર એવા શિક્ષકો સાથેનો માત્ર ૩૫ બાળકો દીઠ ૧ વર્ગ શિક્ષક ધરાવતો વર્ગ
- નવા જમાના મુજબની આધુનિક ૧૧ કમ્પ્યુટર ધરાવતી લેબ, જ્ઞાનકુંજ પ્રોજેકટ દ્વારા શિક્ષણ, વિજ્ઞાન પ્રયોગશાળા, વિશાળ લાઈબ્રેરી, ટી.વી, સ્પીકર, માઇકસેટ, પ્રોજેક્ટર જેવી સુવિધાઓ ધરાવતી શાળા.
- શાળામાંજ ભોજન અને નાસ્તાની નિશુલ્ક – વ્યવસ્થા તેમજ દર વર્ષે દરેક બાળકની નિશુલ્ક દાક્તરી તપસ અને સંપૂર્ણ સારવાર
- દરેક વિષયના દરેક એકમ બાદ દર અઠવાડિયે નિયમિત યુનિટ ટેસ્ટ, બાળકૌશલ્ય ખીલવણી કરતી સ્પર્ધાઓ
જ્ઞાન વિશેષ – સરકારી શાળાની શિદ્ધિ
વળી મિત્રો તાજેતરમાં લેવાયેલ GPSC Class ૧-૨ ની પરીક્ષામાં પાસ થયેલ ૪૩૮ ઉમેદવારો માથી ૪૦૯ ઉમેદવારો સરકારી શાળાના વિદ્યાર્થીઓએ છે. અને પોતાની આ સફળતાનો શ્રેય સરકારી શાળાના પાયાનું જ્ઞાન આપનાર શિક્ષકોને આપે છે. આજે પણ તેમના ચરણસ્પર્શ કરી ગૌરવ લે છે. દરેક વિદ્યાર્થી સાથે પરિવારિક લાગણીથી તદાત્મય સાધીને એ શિક્ષક બાળકોને વિકસાવે છે. પ્રેરણા આપે છે. અને એક ઉત્કૃષ્ઠ નાગરિક બનાવે છે.
ખર્ચ ની દ્રષ્ટિએ તફાવત Private School Vs Government School
ક્રમ | વિગત | ખાનગી શાળા (અંદાજિત રકમ) | સરકારી શાળા – આપની શાળા |
૧ | શિક્ષણ ફી | ૧૨,૦૦૦૦/- | મફત |
૨ | વાહન ભાડું | ૫૦૦૦/- | મફત |
૩ | નાસ્તા ભોજન ખર્ચ | ૨૫૦૦/- | મફત |
૪ | યુનિફોર્મ | ૧૫૦૦/- | મફત |
૫ | વિવિધ સુવિધા ખર્ચ | ૫૦૦૦/- | મફત |
૬ | પાઠ્યપુસ્તક ખર્ચ | ૧૫૦૦/- | મફત |
ટોટલ ૨૭,૫૦૦ રૂપિયા ખર્ચ થાય છે અંદાજે
વાલી મિત્રો વિચારો…… ઉપરના કોષ્ટક મુજબની રકમ જો યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે તો પ્રાથમિક શિક્ષણ ખર્ચ પૂર્ણ થયે ૮ વર્ષ અંદાજે નવ લાખ જેવી રકમ થાય.
આટલી રકમ એક ખીલતા ગુલાબને મશીન બનાવવા માટે આપ ખર્ચી રહ્યા છો..
શું આ યોગ્ય છે ?