Are you searching for – Vahli dikri Yojana 2022
Then you are at Right Place.
The Complete and Official Information of How to Apply for Vahli dikri Yojana, Application Form, Documents.
Vahli Dikri Yojana – વ્હાલી દિકરી યોજના
યોજનાનો ઉદ્દેશ
દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું. દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો. દિકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશકિતકરણ કરવું. બાળલગ્ન અટકાવવા
વ્હાલી દિકરી યોજનાનું અરજીપત્રક ક્યાંથી મેળવવું
‘વ્હાલી દિકરી યોજના’ નું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર/ ગ્રામ પંચાયત/ સીડીપીઓ (ICDS) કચેરી/ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિના મૂલ્યે મળશે.
અરજી કરવાની સમય મર્યાદા
તારીખ ૦૨-૦૮-૨૦૧૯ બાદ જન્મેલ દિકરીઓના કુટુંબીજનો દ્વારા દિકરી જન્મ ના એક વર્ષ ની સમય મર્યાદા માં નિયત નમુના માં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે.
લાભાર્થીની પાત્રતા
- તારીખ ૦૨-૦૮-૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
- દંપતિ ની વધુમાં વધુ બે દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- દંપતીની પ્રથમ અને દ્વિતીય દિકરી બન્ને ને લાભ મળવાપાત્ર થશે. પરંતુ દ્વિતિય દીકરી પછી દંપતિએ સંતતિ નિયમન નું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
- પ્રથમ દીકરો અને બીજી દિકરી હોય તો બીજી દીકરી ને સહાય મળવાપાત્ર થશે. પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમન નું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
- પ્રથમ દિકરો અને બીજી બન્ને દિકરી (જોડિયા) કે તેથી વધુ એક સાથે જન્માવાના અપવાદરૂપ કિસ્સામાં માં તામામ દિકરીઓને ‘ વહાલી દીકરી યોજના’ નો લાભ મળવાપાત્ર થશે. પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમન નું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
- દિકરી ના જન્મ ના સમયે માતાની ઉંમર ૧૮ કે તેથી વધુ વર્ષ હોવી જોઈએ.
How to Downlaod Application Form of Vahli dikri Yojana
વ્હાલી દીકરી યોજના માં આવક મર્યાદા
વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની (પતિપત્ની ની સયુંક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂપિયા ૨,૦૦,૦૦૦ કે તેથી ઓછી હોવી જોઈએ. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થી ના જન્મ ના તરત આગળના ૩૧ ની માર્ચ ના રોજ પૂર્ણ તથા વર્ષના સંદર્ભ માં લક્ષમાં લેવાનો રહેશે.
મળવા પાત્ર લાભ
‘વહાલી દિકરી યોજના’ માં
પ્રથમ હપ્તો –
દિકરીઓને પ્રથમ ધોરણ માં પ્રવેશ વખતે રૂપિયા ૪,૦૦૦/- મળવાપાત્ર થશે.
બીજો હપ્તો –
નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ૬,૦૦૦/- ની સહાય મળવાપાત્ર થશે
છેલ્લો હપ્તો –
૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સ
હાય તરીકે કુલ રૂપિયા ૧,૦૦,૦૦૦ /- સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
How to Apply for Vahli dikri Yojana, Application Form, Documents
અરજી સાથે રજૂ કરવાના આધાર પુરાવા
- દિકરી નું જન્મ નું પ્રમાણપત્ર
- માતા પિતા ના આધારકાર્ડ
- માતાના જન્મ નું પ્રમાણપત્ર
- માતાપિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (મામલતદાર/ તાલુકા વિકાસ/ ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ)
- કુટુંબ માં જન્મેલા અને હયાત બાળકોના જન્મ ના દાખલા
- સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (બીજું સંતાન હોય ત્યારે)
- નિયત નમૂનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગંદનામુ
નૌધ – ૧૮ વર્ષની વય અગાઉ દીકરી ના મુત્યુ ના કિસ્સા માં ‘વ્હાલી દીકરી યોજના ‘ અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર રહેશે નહિ.