Are you Searching For Gujarat Government GSSSB Class 3 Exam New Syllabus and Pattern in Gujarati 2023 (May 2023)
Then you are at Right Place.
The Complete and Official Information of Gujarat Government GSSSB Class 3 Exam New Syllabus and Pattern in Gujarati 2023 (May 2023)
Gujarat Government GSSSB Class 3 Exam New Syllabus and Pattern in Gujarati 2023 (May 2023)
ગુજરાત સરકારની ક્લાસ ૩ ની ભરતીમાં ધરખમ ફેરફાર
જાણો સંપૂર્ણ વિગત – સરળ ભાષામાં – આપણી ગુજરાતી ભાષા
The Examination shall be held in two successive stages, namely :- પરીક્ષા બે ક્રમિક તબક્કામાં લેવામાં આવશે, એટલે કે:-
The Preliminary Examination – પ્રારંભિક પરીક્ષા
- The Preliminary Examination shall be conducted for selection of candidates for the posts mentioned in Appendix – A
- A separate merit list be provided for Group – A and Group – B for the Main Examination
- પરિશિષ્ટ – A માં દર્શાવેલ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી માટે પ્રારંભિક પરીક્ષા લેવામાં આવશે.
- મુખ્ય પરીક્ષા માટે ગ્રુપ – A અને ગ્રુપ – B માટે અલગ મેરિટ સૂચિ પ્રદાન કરવામાં આવશે
Group A
Descriptive test for Group A – for the post of Junior Clerk under the office of District Collector, Secretariat Office Assistant, Senior Clerk and Head Clerk
Group – B
MCQ Test for Group B – for the Post of Junior Clerk other than those under the office of District Collector.
The number of candidates called for the main Examination, subject to availability, shall be seven times the number of vacancies in Group – A and Group – B so advertised.
The Medium of the Preliminary Examination shall be Gujarati or English as per the given in the question papers.
The candidate while submitting an application for preliminary examination shall have to fill up the choice for Group – A or Group – B or both.
The candidates who are declared qualified by the Board for admission to the Main Examination shall apply again in such form within such time limit as may be prescribed by the board along with such fees as may be fixed by the Government.
પ્રીલિમીનરી પરીક્ષાનું માધ્યમ પ્રશ્નપત્રમાં આપેલા મુજબ ગુજરાતી અથવા અંગ્રેજી હોવું જોઈએ.
ઉમેદવારે પ્રારંભિક પરીક્ષા માટે અરજી સબમિટ કરતી વખતે જૂથ – A અથવા જૂથ – B અથવા બંને માટે પસંદગી ભરવાની રહેશે.
જે ઉમેદવારોને બોર્ડ દ્વારા મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે લાયક જાહેર કરવામાં આવ્યા છે તેઓએ બોર્ડ દ્વારા નિયત કરવામાં આવેલી સમય મર્યાદામાં આવા ફોર્મમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ફી સાથે ફરીથી અરજી કરવાની રહેશે.
A candidate for admission to the Examination shall have attained not less than a minimum age of 20 years.
Qualifying standards and marks :-
Waiting List – There shall be no waiting list.
Part – 1 Scheme for Common Preliminary Examination for All Cadres (ભાગ – 1 તમામ સંવર્ગ માટે સામાન્ય પ્રિલિમિનરી પરીક્ષા માટેની યોજના)
1 Hour – 60 Minutes
1 | Reasoning | 40 Marks |
2 | Quantitative Aptitude | 30 Marks |
3 | English | 15 Marks |
4 | Gujarati | 15 Marks |
Total | 100 Marks |
The scheme and Subjects of Main Examination for the Posts termed as Group – A in Rule 6 Shall consist of the following papers
Paper No. | Subject | Marks | Duration |
1 | Gujarati Language Skill | 100 | 3 Hours |
2 | English Language Skill | 100 | 3 Hours |
3 | General Studies | 100 | 3 Hours |
Total Marks | 350 |
Gujarat Government Class 3 Exam New Syllabus and Pattern 2023 – Summary in Gujarati
ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર… હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ.
- હવે 2 પ્રકારે કલાસ 3 ગણાશે અપર ક્લાસ 3 અને લોવર કલાસ 3
- જો અપર કલાસ ની વાત કરવા માં આવે તો તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્ક્સ ની હશે અને ફક્ત એક કલાક મળશે
- આ પ્રાથમિક પરીક્ષા માં કોઈ પણ કેટેગરી ના ઉમેદવાર યે ઓછા માં ઓછા 40 માર્ક્સ લાવવા પડશે.
- પ્રાથમીક પરીક્ષા માં રિજનીગ અને ગણિત 40 માર્ક્સ, એપટીત્યુડ 30 માર્ક્સ, અંગેજી 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ.
- આ પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે જેમાં dyso અને sti (gpsc જેમ ) 3 પૅપર લખવાના આવશે જેનો સમય 3 કલાક છે.
- આ પેપર માં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધુજ આવશે જે 100 માર્ક્સ નું હશે
- બીજુ અંગ્રેજી જેમાં પણ 100 માર્ક્સ નું લખવા નું gpsc ના જેમ બધું જ આવશે
- અને ત્રીજું પેપર gs નું 150 માર્કસ નું આવશે તેમાં ઇતિહાસ , વારસો , બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષય ના પ્રશ્નો આવશે
- ફાઈનલ સિલેક્શન માં મુખ્યપરિક્ષા ના ગુણ જોવાશે
- જો લોવર કલાસ 3 ની વાત કરવા માં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા નહિ આવે
- લોવર કલાસ 3 માં 200 માર્ક્સ નું પેપર આવશે 2 કલાક માટે
- જેમાં અંગેજી 20 , ગુજરાતી 20, બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCA 30 માર્ક્સ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ 30માર્ક્સ , કરંટ અફેર 30માર્ક્સ અને ગણિત અને રીજનીગ ના 40માર્ક્સ એમ 200 માર્ક્સ નું પેપર હશે ..
- કોઈ પણ કલાસ 3માં હવે કોમ્પ્યુટર ટેસ્ટ નહિ લેવાય
- MCQ પણ GPSC લેવલ ના વિધાન વાળા આવશે અને સાથે સાથે મુખ્ય પરીક્ષા તો છે જ.
Gujarat Government Class 3 Exam New Syllabus and Pattern 2023 – Summary in Gujarati (Description)
- રાજ્ય સરકારે હેડ ક્લાર્ક, સિનિયર કલાર્ક તેમજ જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા માટેના નવા પરીક્ષા નિયમોની જાહેરાત કરી છે.
- આ નવા પરીક્ષા નિયમો નું વિસ્તૃત વિવરણ આ મુજબ છે: Gujarat Subordinate Services, Class III (Group – A and Group – B) (Combined Competitive Examination) Rules, 2023.- ગુજરાત સરકાર દ્વારા હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક માટેના નવા પરીક્ષા નિયમો જાહેર
- બે તબક્કામાં યોજાશે પરીક્ષા : પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષાનો અને દ્વિતીય તબક્કો મુખ્ય પરીક્ષાનો રહેશે.
- પ્રાથમિક પરીક્ષા એલિમિનેશન પ્રકારની પરીક્ષા રહેશે અને પ્રિલિમિનરી પરીક્ષાના ગુણના આધારે જાહેરાત મુજબની જગ્યાઓના ૦૭ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે.
- જે તે સંવર્ગ અને કચેરીની પસંદગી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણને ધ્યાનમાં રાખતા મેરીટ કમ પ્રેફરન્સના આધારે થશે.
- પરીક્ષા પદ્ધતિને અનુલક્ષીને ક્લાર્ક સંવર્ગને મુખ્ય બે જૂથમાં વહેંચવામાં આવ્યા છે
- ગ્રુપ–એમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સચિવાલય સંવર્ગના ઓફિસ આસીસ્ટન્ટ અને જિલ્લા કલેક્ટરની કચેરી ખાતેના જુનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે.
- ગ્રુપ-બીમાં જિલ્લા કલેક્ટર કચેરી સિવાયના ખાતાના વડાની કચેરીના જુનિયર કારકૂનનો સમાવેશ થાય છે
- ઉપર સૂચિત પાંચ સંવર્ગો માટે ઉમેદવારે એક જ અરજી કરવાની રહેશે.
- ઉમેદવાર ગ્રુપ-એ અથવા ગ્રુપ-બી અથવા બંને ગ્રુપ માટે ઉમેદવારી નોંધાવી શકે છે.
- તમામ ઉમેદવારોએ પરીક્ષા ફોર્મની સાથે સરકારે નિયત કરેલી ફી ભરવાની રહેશે અને જે ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે તેને તેની ભરેલી ફી પરત કરવામાં આવશે
- પ્રાથમિક પરીક્ષા 100 હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી 100 ગુણની અને એક કલાકની રહેશે.
- ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલાયદુ મેરીટ બનશે અને પ્રત્યેક ગ્રુપમાં રહેલ સંવર્ગોની કુલ જગ્યાના આશરે ૭ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે
- ગ્રુપ એ માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની રહેશે જેમાં ત્રણ પ્રશ્નપત્રો નો સમાવેશ થશે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું પ્રશ્નપત્ર ત્રણ કલાકનું અને ૧૦૦ ગુણનું રહેશે જ્યારે સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર ૧૫૦ ગુણનું અને ત્રણ કલાકનું રહેશે. આમ, કુલ ૩૫૦ ગુણની પરીક્ષા રહેશે.
- ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા ૨૦૦ હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી ૨૦૦ ગુણની અને બે કલાકની રહેશે.
- પ્રત્યેક ગ્રુપમાં રહેલ સંવર્ગોની કુલ જગ્યાના આશરે ૨ ગણા ઉમેદવારોને મેરીટ મુજબ પ્રમાણપત્ર ચકાસણી માટે માટે પસંદ કરવામાં આવશે ત્યારબાદ મેરીટ આધારિત લાયક ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ થશે.
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સુચના અનુસાર ઉમેદવારો જગ્યા માટે તેમની પસંદગી ઓનલાઇન આપી શકશે અથવા મંડળ ખાતે મેરીટ મુજબ રૂબરૂ હાજર રહીને તેમને ઉપલબ્ધ જગ્યાઓ પૈકી પસંદગી કરીને જે તે જગ્યા/કચેરી/સંવર્ગની ફાળવણી મેળવી શકશે.
- મંડળ દ્વારા ફાળવણી થયેલ ઉમેદવારોની જે તે કચેરી અને મહેસૂલ વિભાગને ભલામણ કરવામાં આવશે.
- ગ્રુપ – એ માં સમાવેશ થયેલ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતેના જુનીયર કારકૂન સંવર્ગમાં ઉમેદવારી નોંધાવતા ઉમેદવારોએ મહત્તમ ત્રણ જિલ્લા અંગેની પસદંગી આપવાની રહેશે.
- હેસૂલ વિભાગ ખાતે પસંદગી પામતા અને ભલામણ કરાયેલ ઉમેદવારોને જિલ્લા ફાળવણી મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારને પોતાની પસંદગીના ત્રણ જિલ્લામાં જો મેરિટ અનુસાર પસંદગી ન મળે તો જિલ્લા પસંદગીની પ્રક્રીયા પૂર્ણ થયેથી ખાલી જગ્યાઓના આધારે જિલ્લાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવશે અને બાકી રહેલ ઉમેદવારોને જિલ્લાની ફાળવણી કરવામાં આવશે.
સૂચિત પધ્ધતિની વિશેષતાઓ :- Features of the proposed method:-
- પ્રિલિમિનરી એક્ઝામિનેશન એલીમીનેશન ટેસ્ટ હોવાથી તેના ગુણ મેરીટમાં ના ગણાતા હોવાના કારણે ગેરરીતીને નિયંત્રણમાં રાખી શકાશે.
- દ્વિતીય સ્તરની મુખ્ય પરીક્ષા માટે જાહેરાતની કુલ જગ્યાના આશરે સાત ગણા ઉમેદવારો પાત્ર બનતા હોવાથી, નિયંત્રિત સંખ્યા સાથે વધુ સઘન નિયંત્રણ અને ઇચ્છિત સુરક્ષા માપદંડ સાથે પરીક્ષાનું આયોજન શક્ય બનશે.
- તમામ ઉમેદવારો માટે ફી રાખવામાં આવેલ છે અને જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તે ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે. આમ, પરીક્ષા પ્રત્યે ગંભીરતા ધરાવતા ઉમેદવારો ઉમેદવારી કરશે જેથી યોગ્ય સ્પર્ધાત્મક વાતાવરણ રચાશે.
- ગ્રુપ – એ માં સમાવિષ્ટ સંવર્ગો માટે વર્ણનાત્મક ઢબની પરીક્ષા હોવાના કારણે રાજ્ય સરકારને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો વર્ગ-૩ નો સ્ટાફ મળી રહેશે.
- સૂચિત દ્વિ-સ્તરીય પરીક્ષા પધ્ધતિ મુજબ એક જ પરીક્ષા અંતર્ગત ઉક્ત વહીવટી સંવર્ગોની ભરતી પ્રક્રિયા સંપન્ન થતી હોવાથી હાલની ભરતી પ્રક્રિયાની સમસ્યાઓ અને મર્યાદાઓનો ઉકેલ લાવી શકાય છે અને સુદ્રઢ પરીક્ષા પધ્ધતિથી સમયસર, સઘન અને મર્યાદીત ખર્ચ સાથેની ભરતી પ્રક્રિયા આયોજીત કરી શકાય છે.
Thanks to Beloved Readers.