
પેપર ફૂટયું ને કપાળ મેં તો કુટ્યું,
દશ લાખના કરારમાં આખું પેપર વેચાયું,
પેપર ફૂટયું ને સાથે મારું દિલ પણ તૂટ્યું,
ગણિત અને રીઝનીંગમાં સમય હાંફી ગયો,
ગદ્ય ને પદ્ય શીખવામાં અડધો કવિ બન્યો,
હિસ્ટ્રીમાં તો મુગલોએ ગૂગલને ય હરાવ્યા,
જેમ તેમ કરીને હિસ્ટ્રી પતાવી તો,
અર્થશાસ્ત્ર એ મૂક્યાં મુશ્કેલીમાં એવા કે
ચાણક્યની કૂટનીતિ યાદ આવી,
ત્રણ વર્ષ સુધી વાંચેલું એક કલાકમાં યાદ કર્યું,
જાણે બંધારણનું માળખું ત્રણ વાંચનમાંથી પસાર થયું,
પાડોશીનું ત્રણ માળનું મકાન બની ગયું,
તો યે મારી મહેનતનો કોઈ ઉકેલ ન આવ્યો,
અડધું પેપર પત્યું ને શાળામાં ઘંટડી વાગી,
સુપરવાઈઝરે આપી સૂચના દશ મિનટ છે બાકી,
એવું લાગ્યું જાણે યમરાજે છેલ્લી દશ મિનિટ આપી,
આટઆટલી મહેનત પછી જાણવા મળ્યું કે,
પેપર ફરીથી ફૂટ્યું,
યાદ કરીને રોયો, ન સોયો આખી રાત,
વોટ્સઅપ મૂકીને માળિયે કરી હતી તૈયારી,
પેપર પાછું ફૂટ્યું વોટ્સઅપમાં સાંભળી ને
મારું દિલ ફરીથી તૂટ્યું !
પેપર લીક થયાની વાત આ સંવેદના દ્વારા – by GCC